<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

આરએસએસ સુપ્રીમો મોહન ભાગવતજી બે દિવસીય બિહારના પટનાના પ્રવાસે :રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવત આજે બિહારના બે દિવસીય પ્રવાસે પટના પહોંચશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તેઓ અહીં સંઘના કાર્યકર્તાઓ સાથે બેઠકો કરશે અને વિવિધ સામાજિક તથા સંગઠનાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરશે. એવું જાણવા મળ્યું છે કે, તેમનો આ પ્રવાસ બિહારમાં સંઘની ગતિવિધિઓ અને ભાવિ યોજનાઓને વેગ આપવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેઓ બિહારમાં વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનોના પ્રતિનિધિઓને પણ મળી શકે છે.

(9:53 AM IST)