<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

જામનગર જિલ્લાના સુવરડા ગામ પાસે થોડા દિવસો પહેલા થયેલા ફાઈટર પ્લેન ક્રેશમાં શહીદ થયેલા પાયલોટના પરિવારજનોએ આજે સુવરડા ગામની મુલાકાત લીધી હતી. આ દુ:ખદ ઘટના સ્થળે આવીને પરિવારજનોએ સ્થાનિક ગ્રામજનો સાથે વાતચીત કરી હતી અને તે સમયની પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન, શહીદ પાયલોટના પરિવારજનો અને ગ્રામજનો વચ્ચે ભાવુક વાર્તાલાપ થયો હતો, જેણે ગામના લોકોમાં પણ શોકની લાગણી ફરી પ્રસરાવી હતી. (તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર)

(10:51 PM IST)