<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

અમદાવાદમાં થયેલા ભયાનક પ્લેન ક્રેશના સમાચારો વચ્ચે, ગુજરાતના રાજકારણમાં એક અજીબોગરીબ સ્થિતિ સર્જાઈ છે. અકસ્માત બાદ તરત જ, રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ ટ્વિટર પર એક ટ્વીટ કરીને ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધનના સમાચાર આપ્યા હતા. જોકે, થોડા જ સમયમાં તેમણે આ ટ્વીટ ડિલીટ કરી દીધું હતું, જેના કારણે પરિસ્થિતિ વધુ ગૂંચવણભરી બની હતી. હાલમાં પ્રાપ્ત માહિતી અનુસાર, પ્લેન ક્રેશ સ્થળે બચાવ અને રાહત કામગીરી હજુ પણ ચાલુ છે. મોડી સાંજ સુધી, હાલ સત્તાવાર સૂત્રો દ્વારા વિજયભાઈ રૂપાણીના સ્વાસ્થ્ય અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેના કારણે તેમના ચાહકો અને સમર્થકોમાં ચિંતાનો માહોલ છે. આ ઘટનાક્રમ વચ્ચે, વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલીબેન લંડનથી ભારત આવવા રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે. તેમના આગમન બાદ જ પરિસ્થિતિ પર વધુ સ્પષ્ટતા આવે તેવી શક્યતા છે.

(6:02 PM IST)