<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

સોમવારે વહેલી સવારથી જ ભાવનગર અને અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભાવનગર જિલ્લાના સિહોર, જેસર, મોરચુપાણા, શનાળા અને બગદાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. આ જ રીતે, અમરેલી જિલ્લાના સાવરકુંડલા, મેકડા અને રાજુલા સહિતના વિસ્તારોમાં પણ વહેલી સવારથી ભારે વરસાદ શરૂ થયો હતો. દાતરડી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારા વરસાદના અહેવાલ છે. વહેલી સવારથી શરૂ થયેલા આ વરસાદને કારણે વાવણીલાયક માહોલ બનવાની આશા જાગી છે, અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

(9:37 AM IST)