<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

બે દિ'થી પડી રહેલા મધ્‍યમ-ભારે વરસાદને કારણે સૌરાષ્‍ટ્રના ૧૦ ડેમોમાં નવા નીરની પધરામણી : ન્‍યારી-૧ માં ૦.૧૬ ફુટનો વધારો : સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અનેક વિસ્‍તારો-ગામડાઓમાં ર દિવસથી મધ્‍યમ-ભારે વરસાદ પડી રહ્યો છેઃ જેના કારણે સૌરાષ્‍ટ્રના ૧૦ ડેમોમાં નવા નીરની પધરામણી થઇ છેઃ જેમાં રાજકોટના ન્‍યારી-૧ માં ૦.૧૬ ફુટ, વેરી-૦.૬૯, ન્‍યારી-ર ૦.૩૩, ફાડદંગ બેટી-૦.૩૩, મચ્‍છુ-૧-૦.૧૩, મચ્‍છુ-ર માં ૦.ર૦, ધોડાધ્રોઇ-૦.૪૯, વઢવાણ ભોગાવોમાં ૦.ર૬, લીંબડી ભોગાવો ૦.૧૦, તથા વાંસલ ડેમમાં ૦.૧૬ ફુટ પાણીનો વધારો થયો છે

(11:45 AM IST)