News of Tuesday, 24th June 2025
(ન્યૂઝફર્સ્ટ) મે 2025માં બેંકોમાંથી રોકડ ઉપાડમાં ઉત્તર પ્રદેશ મોખરે : ગુજરાત પાંચમા સ્થાને! : મે 2025 મહિના દરમિયાન દેશભરમાં બેંકોમાંથી રોકડ ઉપાડના આંકડા જાહેર થયા છે, જેમાં ઉત્તર પ્રદેશ ₹31,785 કરોડના સૌથી વધુ રોકડ ઉપાડ સાથે તમામ રાજ્યોમાં મોખરે રહ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ટોચના પાંચ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ બાદ તમિલનાડુ (₹30,636 કરોડ), મહારાષ્ટ્ર (₹30,562 કરોડ), પશ્ચિમ બંગાળ (₹21,875 કરોડ) અને આપણું ગુજરાત (₹21,391 કરોડ) પાંચમા સ્થાને રહ્યું છે. આ આંકડાઓ રાજ્યોમાં આર્થિક પ્રવૃત્તિઓ અને રોકડના પ્રવાહને સૂચવે છે.

(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
