<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

લોધીકા તાલુકાના માખાવડ ગામની સીમમાં હાલ ખેડૂતો નીલગાય અને રોજડાના ત્રાસથી ભારે પરેશાન છે. ખેતરોમાંથી ટોળાબંધ પસાર થતા આ જંગલી પ્રાણીઓ ખેડૂતોના વાવેતર પાકોને મોટા પાયે નુકસાન પહોંચાડી રહ્યા છે, એટલું જ નહીં, ખેતરોની ફેન્સિંગને પણ ક્ષતિગ્રસ્ત કરી રહ્યા છે. "જગનો તાત" ગણાતો ખેડૂત, આ રોજડા અને નીલગાયના આતંકને કારણે વારંવાર નુકસાની ભોગવવા મજબૂર બન્યો છે. આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવો ખેડૂતો માટે અત્યંત જરૂરી બન્યો છે. (બી. એમ. ગોસાઈ, મેટોડા - ખીરસરા) : જુઓ વિડીયો

(8:07 PM IST)