<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

સાવરકુંડલાના હવામાન નિષ્ણાત વજુભાઈ બારૈયાએ જણાવ્યું છે કે, આગામી ૪૮ કલાકમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, આવતી ૨૪ કલાકમાં ગુજરાતની સરહદને અડીને આવેલા દાહોદ, ઝાલોદ, લુણાવાડા, ગોધરા, મોડાસા, હાલોલ, કાલોલ, ડાકોર સહિતના વિવિધ વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે, જેથી સાવચેત રહેવું અત્યંત જરૂરી છે. આ ભારે વરસાદને કારણે મહી નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે, જેના પગલે નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેતી રાખવા પણ તેમણે અનુરોધ કર્યો છે.

(9:23 PM IST)