તા. ૨૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાવદ – ૮ શુક્રવાર
News of Thursday, 26th June 2025
ભાજપના 'ઓપરેશન લોટસ'ના પડઘા હજુ શમ્યા નથી ત્યાં જ આમ આદમી પાર્ટી (AAP) એ સૌરાષ્ટ્રના રાજકારણમાં એક નવો બોમ્બ ફોડ્યો છે! AAP નેતા રાજુ કરપડાએ મોટો ધડાકો કરતા જણાવ્યું છે કે, ભાજપના સૌરાષ્ટ્રના પાંચ પૂર્વ ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે અને સૌની નજર હવે AAP ના આ દાવા પર ટકેલી છે. શું ભાજપને તેના જ દાવથી પછાડવાની 'આપ'ની આ નવી રણનીતિ છે કે પછી આ માત્ર એક રાજકીય જુમલો? આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રનું રાજકારણ વધુ રોમાંચક બનશે તે નક્કી છે! (વિજય વસાણી, અકિલા)

(6:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
