<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

રાજકોટ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા ભારે વરસાદને પગલે લોધિકા તાલુકામાં જખરાપીર-પાળને જોડતા નવા બની રહેલા બ્રિજના ડાયવર્ઝન પરથી પાણીની પુષ્કળ આવક થતા માર્ગ બંધ કરવાની ફરજ પડી છે. હાલ આ ડાયવર્ઝન પરથી એક ફૂટથી પણ વધુ પાણી વહી રહ્યું હોવાથી, વાહનવ્યવહારની સલામતીને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. રાજકોટ ડિઝાસ્ટર મામલતદાર દ્વારા એક યાદીમાં જણાવાયું છે કે, વાહનચાલકો અને સ્થાનિકો માટે વૈકલ્પિક રૂટ તરીકે જશવંતપુર થઈને પાળ-રાવકી માર્ગ શરૂ કરવામાં આવ્યો છે. આથી, વાહનચાલકોને આ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અને બંધ કરાયેલા રસ્તા પર ન જવા અપીલ કરવામાં આવી છે.

(7:22 PM IST)