<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

રાજકોટ શહેરમાં કોવિડ-૧૯ના કેસોમાં સતત વધઘટ જોવા મળી રહી છે, ત્યારે આજે, છેલ્લા 24 કલાકમાં વધુ ૨ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. આ નવા કેસોમાં રોયલ પાર્ક, વોર્ડ ૧૦ વિસ્તારના ૭૬ વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે, જેમણે કોરોના રસીના ૩ ડોઝ લીધા છે અને તેમની કચ્છની ટ્રાવેલિંગ હિસ્ટ્રી છે, હાલ તેમની તબિયત સ્થિર છે. જ્યારે બીજો કેસ ગોવર્ધન સોસાયટી, વોર્ડ ૧૩ ના ૩૩ વર્ષીય પુરુષનો છે, જેમણે રસીના બે ડોઝ લીધા છે અને તેમની કોઈ ટ્રાવેલિંગ હિસ્ટ્રી નથી, તેમની તબિયત પણ સ્થિર છે. તા. ૧૯/૦૫/૨૫ થી આજરોજ સુધીમાં રાજકોટમાં કુલ ૨૨૯ કોવિડ-૧૯ કેસ નોંધાયા છે, જેમાંથી ૨૦૬ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે હાલ ૨૩ દર્દીઓ સારવાર હેઠળ છે.

(11:47 AM IST)