<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

ગુજરાત સરકારે લર્નિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે, વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા ૦૭/૦૭/૨૦૨૫ થી આધાર બેઝ્ડ e-KYC થકી કોન્ટેક્ટલેસ (ફેસલેસ) લર્નિંગ લાયસન્સની સેવા અમલમાં મૂકવામાં આવશે. આ ઉમદા હેતુથી અરજદારો હવે આરટીઓ/એઆરટીઓ/આઈટીઆઈ/પોલીટેકનીક કચેરીની રૂબરૂ મુલાકાત લીધા વિના પણ લર્નિંગ લાયસન્સ મેળવી શકશે. જોકે, જો કોઈ અરજદાર નોન-ફેસલેસ અરજી કરવાનું પસંદ કરે તો, તેમણે લર્નિંગ લાયસન્સની અરજીની ચકાસણી અને ટેસ્ટની કામગીરી માટે સંબંધિત આરટીઓ/એઆરટીઓ/આઈટીઆઈ/પોલીટેકનીક કચેરીની મુલાકાત લેવાની રહેશે. આ અંગે જાહેર જનતાને નોંધ લેવા અને આ સુવિધાનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે.

(5:44 PM IST)