તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st July 2025
રાજકોટના અમરનાથ મંદિરમાં આરતી બાબતનો ક્ષત્રિય અગ્રણી પી.ટી. જાડેજા નો ચકચારી મામલો ગરમાયો છે. આજે સાંજે મંદિરમાં આરતી કરવા જઈ રહેલા પી.ટી. જાડેજાએ કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સુરક્ષાની માંગણી કરી છે. તેમણે તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈને લેખિતમાં જાણ કરીને મદદ માંગી છે. પી.ટી. જાડેજાએ એવી દહેશત વ્યક્ત કરી છે કે તીર્થરાજસિંહ ગોહિલ, મયુરસિંહ રાણા, હઠીસિંહ જાડેજા, શૈલેષ ડાંગર સહિતના લોકો, જેમણે અગાઉ તેમની સામે ખોટી ફરિયાદ કરી હતી, તેઓ સાંજે ૬:૩૦ વાગ્યે આરતી સમયે ફરી માથાકૂટ કરી શકે છે. (જયદેવસિંહ જાડેજા, અકિલા)

(5:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
