<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

જમ્મુ અને કાશ્મીરમાં સેનાએ ‘ઓપરેશન મહાદેવ’ હેઠળ 3 આતંકવાદીને કર્યા ઠાર : માર્યા ગયેલા ત્રણ શંકાસ્પદો પહેલગામમાં થયેલા હુમલામાં સામેલ હોઈ શકે છે : જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના હરવનના લિડવાસ વિસ્તારમાં સોમવારે આતંકવાદીઓ સામે ઓપરેશન મહાદેવ ચલાવવામાં આવી રહ્યું છે. આ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જોકે, સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે, ઓપરેશન મહાદેવ હેઠળ 3 આતંકવાદીઓ માર્યા ગયા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે માર્યા ગયેલા ત્રણ શંકાસ્પદો પહેલગામમાં થયેલા હુમલામાં સામેલ હોઈ શકે છે.

(2:15 PM IST)