<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા રેલનગર વિસ્તારમાંથી રૂ. 30.36 લાખની કિંમતના MD ડ્રગ્સ સાથે બે નામચીન આરોપીઓ, રણજીત ઉર્ફ કાનો ટીકીટ ગોહેલ અને હિતેન્દ્રસિંહ ઉર્ફ હકો જાડેજાને ઝડપી પાડવામાં આવ્યા છે. PI સંજયસિંહ જાડેજા, PSI ધાસુરા અને તેમની ટીમે હાથ ધરેલી આ સફળ કાર્યવાહીમાં A.S.I. ઇન્દ્રસિંહ જાડેજા, ફિરોજભાઈ રાઠોડ, પો. હેડ કોન્સ. દિગ્વિજયસિંહ ગોહિલ અને પો. કોન્સ. હાર્દિકસિંહ પરમારની બાતમી નિર્ણાયક સાબિત થઈ હતી, જેના આધારે ડ્રગ્સનો આ મોટો જથ્થો ઝડપાયો હતો. (ભાવેશ કુકડીયા, અકિલા)

(7:02 PM IST)