<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th August 2025

૭૬ દિવસના ચોમાસાના વેકેશન બાદ સોમનાથ બંદર અને દરિયો ફરી વહાણો અને માનવ ચહલપહલથી ગુંજી ઉઠ્યો: દરિયાઈ વહાણવટાની સિઝનનો પ્રારંભ : ૭૬ દિવસના ચોમાસાના વેકેશન બાદ સોમનાથનો દરિયો ફરી ધમધમવા લાગ્યો છે. વિધિવત પૂજા, સત્યનારાયણ કથા અને ફૂલહાર સાથે દરિયાઈ વહાણવટાની શરૂઆત થઈ. ગીર-સોમનાથ જિલ્લામાં કુલ ૬,૮૫૪ વહાણોમાંથી ૧,૩૨૯ વહાણોએ ૧૬ ઓગસ્ટથી માછીમારી અને વ્યવસાયિક સફર શરૂ કરી. ફિશરીઝ અધિકારી વિનોદ પંડ્યાના જણાવ્યા મુજબ, બંદર અને દરિયો હવે વહાણો અને માનવ ચહલપહલથી ગુંજી ઉઠ્યા છે. (મિનાક્ષી ભાસ્કર વૈદ્ય, પ્રભાસ પાટણ)

(9:56 PM IST)