<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th August 2025

રાજકોટ પોલીસ વિભાગમાં તાજેતરમાં થયેલી બદલીઓને કારણે અનેક મહત્વના પદો પર નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ બદલીઓમાં, રાજકોટ ટ્રાફિક વિભાગના નવા DCP તરીકે હરપાલસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી છે. અગાઉ રાજકોટ ઝોન-૨ના DCP તરીકે ફરજ બજાવતા જગદીશ બાંગરવાને હવે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના નવા DCP તરીકેનો કાર્યભાર સોંપાયો છે. આ ઉપરાંત, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પૂર્વ DCP ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સાબરકાંઠાના SP તરીકે બદલી થઈ છે. DCP પૂજા યાદવને ડાંગ-આહવા SP તરીકેની નવી જવાબદારી સોંપાઈ છે. રાજકોટના DCP ઝોન-૨નો ખાલી થયેલો પદભાર હવે રાકેશ દેસાઈ સંભાળશે. આ સાથે જ, રાજકોટ ગ્રામ્યના નવા SP તરીકે વિજયસિંહ ગુર્જરની નિમણૂક કરવામાં આવી છે.

(10:50 PM IST)