<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

ભારતીય હોકી ટીમે જાપાનને હરાવી સુપર 4s માં સ્થાન મેળવ્યું : ભારતીય પુરુષ હોકી ટીમે એશિયા કપમાં શાનદાર પ્રદર્શન જાળવી રાખ્યું છે. રાજગીર હોકી સ્ટેડિયમ, બિહાર ખાતે રવિવારે રમાયેલી પૂલ Aની બીજી મેચમાં ભારતે જાપાનને રોમાંચક મુકાબલામાં 3-2 થી હરાવ્યું. આ જીત સાથે ભારતીય ટીમ ટૂર્નામેન્ટના સુપર 4s તબક્કામાં પ્રવેશ કરી ચૂકી છે. આ જીત ટીમની સતત બીજી જીત છે, જેણે ટૂર્નામેન્ટમાં તેમની મજબૂત સ્થિતિ સ્થાપિત કરી છે.

(7:45 PM IST)