<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

ગુજરાત માટે ૨૦૨૫ની ચોમાસાની સિઝન અત્યંત ફળદાયી રહી છે. રાજ્યના હવામાન નિષ્ણાત અંકિત પટેલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આજ રોજ ૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધીમાં રાજ્યમાં ચોમાસાનો વરસાદ ૧૦૦ ટકાનો આંક વટાવી ચૂક્યો છે. છેલ્લા ૩૦ વર્ષો (૧૯૯૫-૨૦૨૪)ની ગુજરાત રાજ્યની ચોમાસાની સરેરાશ ૮૮૧ મિ.મિ. (અંદાજે ૩૪.૬૯ ઇંચ) હતી, જેની સરખામણીએ આજે ૭ સપ્ટેમ્બર સુધીમાં ૯૦૭ મિ.મિ. (અંદાજે ૩૫.૭૧ ઇંચ) વરસાદ નોંધાયો છે. આ આંકડો સ્પષ્ટ દર્શાવે છે કે આ વર્ષે ગુજરાતને સરેરાશ કરતાં વધુ મેઘમહેર પ્રાપ્ત થઈ છે. (જયેશ ભટાસણા, ટંકારા)

(5:03 PM IST)