News of Monday, 8th September 2025
કાઠમંડુમાં કર્ફયુઃ નેપાળમાં સોશ્યલ મીડિયા બંધ કરી દેવાતા યુવાનો સંસદમાં ઘુસ્યા : નેપાળની રાજધાની કાઠમંડુમાં હજારોની સંખ્યામાં યુવકો - યુવતીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પ્રતિબંધો લાદવાના વિરોધમાં સંસદમાં ઘુસી ગયા છે : સ્થિતિ બગડતા પાટનગર કાઠમંડુમાં કફર્યુ લાદી દેવામાં આવ્યો છેઃ નેપાળમાં સત્તાધીશ ઓલી સરકારે એક્સ ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ, યુ ટયુબ, ફેસબુક સહિતના મોટાભાગના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પ્રતિબંધ લાદી દેતા ઓલી સરકાર વિરૂદ્ધ જનરલ ઝેડ ક્રાંતિ શરૂ થઈ છે : કાઠમંડુ ઉપરાંત મૈતીઘર અને ટોચના શહેરોમાંથી હજારોની સંખ્યામાં યુવાનો રેલીઓ યોજી રહ્યા છે : પોલીસે ટોળા ઉપર ટીયરગેસ સેલ છોડયા છે : કલાકો સુધી સરકારે ફોન અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે

(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
