<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

સાસરા પક્ષના ઘરમાં ઘૂસીને જમાઈએ આડેધડ કાયરીંગ કરતા કાકાજી સસરા અને દીકરીના કરૂણ મોત : હાહાકાર છત્તીસગઢના કોરબા જિલ્‍લામાં છત્તીસગઢ સશષા દળના એક જવાને પોતાના સાસરા પક્ષમાં ઘૂસીને આડેધડ ફાયરિંગ કરતા તેના કાકાજી સસરા અને તેની પુત્રીનું સ્‍થળ પર મૃત્‍યુ નીપજેલ છે. સમગ્ર વિસ્‍તારમાં હડકંપ મચી ગયો છે. આરોપી જવાનના ઘણા વર્ષો પહેલા પોતાની પત્‍નીથી છૂટાછેડા થઈ ગયા હતા ત્‍યારથી બંને કુટુંબો વચ્‍ચે વિવાદ ચાલી રહ્યો હતો. આ વેરઝેર વચ્‍ચે શનિવારે સવારે રાયફલ લઇ સાસરે પહોંચી અને ગોળીબાર શરૂ કરી દીધા હતા, સમગ્ર પરિવાર ભારે દહેશતમાં મુકાઈ ગયો છે.

(3:38 PM IST)