<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

બ્રિટનના હીથ્રો, બ્રસેલ્સ અને બર્લિન એરપોર્ટ પર સાયબર હુમલો થયો છે, જેના કારણે ફ્લાઈટ કામગીરી ખોરવાઈ ગઈ છે. આ હુમલાથી યુરોપિયન રૂટ પરની ઘણી ફ્લાઈટ્સ રદ થઈ છે અથવા મોડી પડી છે. ખાસ કરીને, બ્રસેલ્સ એરપોર્ટ પર પરિસ્થિતિ વધુ ગંભીર છે, જ્યાં તમામ ફ્લાઈટ ઓપરેશન્સ અને ચેક-ઈન તથા બોર્ડિંગ પ્રક્રિયાઓ મેન્યુઅલ મોડમાં ટ્રાન્સફર કરવામાં આવી છે, જેના કારણે એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ છે. આ ઘટનાક્રમ પર વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. (ન્યૂઝફર્સ્ટ)

(3:21 PM IST)