<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2014 થી અત્યાર સુધી રાષ્ટ્રજોગ અનેક સંબોધનો કર્યા છે, જેમાં દરેક વખતે કોઈ મોટા અને મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરવામાં આવી છે. 8 નવેમ્બર, 2016ના રોજ નોટબંધી, 5 ઓગસ્ટ, 2019ના રોજ કલમ 370 નાબૂદી, 19 માર્ચ અને 24 માર્ચ, 2020ના રોજ કોરોના મહામારી અને દેશવ્યાપી લોકડાઉન, 7 જૂન, 2021ના રોજ મફત રસીકરણ અને 12 મે, 2025ના રોજ ઓપરેશન સિંદૂર જેવા વિષયો પર તેમણે રાષ્ટ્રને સંબોધન કર્યું છે, જેમાંથી મોટાભાગના સંબોધનો રાત્રે 8 વાગ્યે થયા હતા. હવે, 21 સપ્ટેમ્બરના રોજ સાંજે 5 વાગ્યે, તેઓ ફરી એકવાર રાષ્ટ્રને સંબોધિત કરવાના છે, અને અટકળો છે કે આ સંબોધન GST સુધારાઓને લગતું હોઈ શકે છે. (ન્યૂઝફર્સ્ટ)

(1:49 PM IST)