<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

મુશ્કેલ સમયમાં અદાણી ગ્રૂપ પર વિશ્વાસ જાળવી રાખવા બદલ તમામ રોકાણકારો અને સમર્થકોનો આભાર માનું છું: ગૌતમભાઈ અદાણી* રાજકોટ: અદાણી ગ્રૂપના ચેરમેન શ્રી ગૌતમભાઈ અદાણીએ જાહેરાત કરી છે કે સેબીએ હિંડનબર્ગ રિપોર્ટ દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા છે. આ નિર્ણયથી છેલ્લા બે વર્ષથી કંપની પર છવાયેલી અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. આ મુશ્કેલ સમયમાં ગ્રૂપ પર વિશ્વાસ જાળવી રાખવા બદલ તમામ રોકાણકારો અને સમર્થકોનો આભાર માનું છું. આ સકારાત્મક પરિણામ એ દરેક વ્યક્તિની જીત છે જેઓ કંપનીની સાથે ઊભા રહ્યા છે.

(12:38 AM IST)