News of Wednesday, 24th September 2025
વડાપ્રધાનના નવા કાર્યાલય સંકુલને 'સેવા તીર્થ' નામ અપાયું છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત બનેલા આ નવા PMO સંકુલમાં ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું કાર્યાલય ખસેડવામાં આવશે. આ ઉપરાંત, વિવિધ મંત્રાલયો અને સચિવોને પણ તેમના કાર્ય અને અગ્રતાના આધારે નવા 'સેવા તીર્થ' ભવનોમાં ખસેડવામાં આવશે. આ સંકુલમાં 'સેવા તીર્થ-૧'માં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અને મુખ્ય મંત્રાલયો, 'સેવા તીર્થ-૨'માં કેબિનેટ સચિવ અને અન્ય અધિકારીઓ તથા 'સેવા તીર્થ-૩'માં અન્ય મંત્રાલયો અને સચિવોને સ્થાન આપવામાં આવશે ત3મ જાણવા માફી રહ્યું છે.. વધુ વિગતોની રાહ જોવાય રહી છે. (ન્યૂઝફર્સ્ટ)

(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
