તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 29th September 2025
વિદાય લેતા મેઘરાજાએ વિજતંત્રને લાખોનું નુકશાન કરાવ્યું: પ૩૧ ફીડર બંધ : ૬૧ ગામોમાં અંધારપટ રાજકોટમાં ૭૦ થી વધુ ફરીયાદો આવી હતી : બે ડઝન ફીડરોમાં વિક્ષેપ સર્જાયેલઃ મોડી રાત સુધીમાં બધુ કલીયર મેઘરાજાએ ગુજરાતના અનેક વિસ્તારોમાંથી વિદાય લીધી છે. પરંતુ નવી સીસ્ટમને કારણે તોફાની વરસાદ-પવન ફુંકાતા પીજીવીસીએલના તંત્રને ગઇકાલથી દોડધામ થઇ પડી છે. લાખોનું નુકશાન થયું છે. ખેતીવાડી અને જેજીવાય સહિત કુલ પ૩૧ ફીડરો બંધ પડી ગયા છે. બપોરે ર વાગ્યાના રીપોર્ટ મુજબ ૬૧ ગામોમાં અંધારપટ છેઃ ૪૪ થાંભલાને ભારે નુકશાન થયું છે. ૩ ટ્રાન્સફોર્મ ઉડી ગયા છે.

(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
