News of Sunday, 5th October 2025
જસદણ તાલુકા બ્રહ્મ સમાજના અગ્રણી અને આટકોટના નિવાસી ચેતનભાઈ પંચોળીનું હૃદયરોગના તીવ્ર હુમલાને કારણે દુઃખદ અવસાન થયું છે. બહોળું મિત્ર વર્તુળ ધરાવતા અને ભાજપના પાયાના અગ્રણી ગણાતા ચેતનભાઈ પંચોળી શ્રી ભૂદેવ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આટકોટની કન્યા છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા હતા. તેઓ છાત્રાલયમાં અભ્યાસ કરતી દીકરીઓના 'પાલક પિતા' તરીકે ઓળખાતા હતા. અચાનક છાતીમાં દુખાવો ઉપડતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હૃદયરોગના તીવ્ર હુમલાથી તેમનું નિધન થતાં આટકોટ સહિત સમગ્ર જસદણ પંથકમાં ઘેરો શોક છવાઈ ગયો છે. (વિજય વસાણી, આટકોટ)

(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
