<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ, ૮૦ દિવસના જેલવાસ બાદ બહાર આવીને જેલના ભયાવહ અનુભવો શેર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, બહાર ભલે ધારાસભ્ય હોઉં, પણ જેલમાં તો જેલના નીતિ-નિયમો જ પાળવા પડે છે. તેમણે જેલમાં એક કેદીને કોઈએ છરી માર્યાની ગંભીર ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો, સાથે જ કહ્યું કે તેમની નાની બેરેકમાંથી કોબ્રા (ઝેરી સાપ) નીકળતા હતા. આટલી મુશ્કેલીઓ છતાં પોતાનું મનોબળ ટકાવી રાખ્યું હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું કે, તેમની જગ્યાએ કોઈ બીજી વ્યક્તિ હોત તો તે તૂટી ગઈ હોત. આ ઉપરાંત, તેમણે વિસાવદરમાં થયેલા 'ખેલ' વિશે પણ ટિપ્પણી કરી હતી. (વિજય વસાણી, ગાંધીનગર)

(10:31 PM IST)