<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રીમંડળના શપથગ્રહણ સમારોહની તારીખ અને સમય ફાઇનલ થઈ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ૧૭ ઓક્ટોબર, શુક્રવારના રોજ, શુભ મુહૂર્તમાં ગાંધીનગર ખાતે નવું મંત્રીમંડળ શપથ લેશે. આ મહત્ત્વપૂર્ણ સમારોહમાં કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા હાજર રહે તેવી પ્રબળ સંભાવના છે. જોકે, આ અંગે સત્તાવાર જાહેરાત થવાની હજી બાકી છે. (ન્યૂઝફર્સ્ટ)

(9:10 PM IST)