<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

રાજકુમાર જાટના શંકાસ્પદ મોતની તપાસ સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુને સોંપાઈ ગોંડલ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર જગાવનાર રાજકુમાર જાટના શંકાસ્પદ મૃત્યુના મામલામાં ગુજરાત હાઈકોર્ટે નવો વળાંક આપ્યો છે. મૃતકના પરિવારે સીબીઆઈ તપાસની માંગ કરી હતી, જેના જવાબમાં હાઈકોર્ટે સરકારી પેનલમાંથી સુરેન્દ્રનગરના SP (અને જામનગરના પૂર્વ SP) પ્રેમસુખ ડેલુને તપાસ સોંપી છે. હાઈકોર્ટે ડેલુને આ તપાસ ૧૦૦ દિવસમાં પૂર્ણ કરવાનો અને ડિસેમ્બર માસમાં પ્રગતિ અહેવાલ કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે. તપાસમાં મદદ માટે ધ્રાંગધ્રાના DYSP સહિત બે DYSP તેમની સાથે રહેશે.

(10:54 PM IST)