<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

દિલ્‍હીથી અમદાવાદ આવતી ફલાઈટ અચાનક રદ કરી દેવાતા મુસાફરોમાં દેકારો એરલાઈન્‍સે વૈકલ્‍પીક વ્‍યવસ્‍થા પણ ન ગોઠવી અને મુસાફરોને ઘરભેગા થઈ જવાનું કહેતા પ્રચંડ રોષ ફાટી નીકળ્‍યો રાજકોટઃ દિલ્‍હીથી અમદાવાદ આવતી ફલાઈટ નં.૨૫૬૮ અચાનક રદ કરી નાખવામાં આવતાં મુસાફરોમાં દેકારો મચી ગયો છે. એરલાઈન્‍સે વૈકલ્‍પીક વ્‍યવસ્‍થા ગોઠવવાના બદલે મુસાફરોને ઘરભેગા થઈ જવાનું મહેતા પ્રચંડ રોષ ફાટી નિકળ્‍યો છે. આ ફલાઈટમાં અગત્‍યના કામો સાથે અમદાવાદ આવી રહેલા ‘‘પ્રેરણાનું ઝરણું''ના સર્જક સહિત અનેક લોકો મુશ્‍કેલીમાં મુકાયા છે. આ લખાય છે ત્‍યારે બપોરે ૨:૪૫ સુધી એરલાઈન્‍સ તરફથી કોઈ જ વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી નથી. તેમ જીતેન્‍દ્રભાઈ અઢીયાએ જણાવ્‍યું છે.

(3:42 PM IST)