News of Friday, 7th November 2025
અમેરિકામાં ચાલી રહેલા લાંબા સમયના સરકારી શટડાઉન (જે ૩૮મા દિવસે પણ ચાલુ છે) વચ્ચે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરી કે સુપ્રીમ કોર્ટમાં ટેરિફની કાયદેસરતાનો કેસ ચાલી રહ્યો હોવાથી હાલમાં કોઈ નવી ટેરિફ જાહેરાત કરવામાં આવશે નહીં, જો કે તેમની પાસે 'પ્લાન બી' તૈયાર છે. ટ્રમ્પે ફરીવાર જણાવ્યું કે ભારત સાથેની વેપાર સમજૂતીની વાતચીત સારી ચાલી રહી છે, અને ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી મોટા ભાગે બંધ કરી દીધી છે. વધુમાં, તેમણે પુષ્ટિ કરી કે વડાપ્રધાન મોદી તેમને ભારત આવવા આમંત્રણ આપી રહ્યા છે, અને તેઓ આવતા વર્ષે ભારત જશે. આ બધાની વચ્ચે એક અલગ ઘટનામાં, વ્હાઇટ હાઉસમાં દવાઓની કિંમત ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત એક કાર્યક્રમ દરમિયાન, રાષ્ટ્રપતિ ટ્રમ્પની બાજુમાં ઊભા રહેલા એક મોટી ફાર્માસ્યુટિકલ કંપનીના CEO ઢળી પડ્યા હતા. (ન્યૂઝફર્સ્ટ)

(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
