News of Tuesday, 18th November 2025
એક કરોડનું જેના માથે ઈનામ હતુ તેવા ખુંખાર નકસલી ‘હિડમા'નો સફાયો : એન્કાઉન્ટરમાં પત્નિનું પણ મોત સુરક્ષા દળોને આંધ્ર પ્રદેશમાં નક્સલવાદ સામેની લડાઈમાં એક મોટી સફળતા મળી છે. કુખ્યાત અને મોસ્ટ વોન્ટેડ નક્સલી કમાન્ડર માડવી હિડમા અને તેની પત્ની અથડામણમાં માર્યા ગયા છે. ૪૩ વર્ષીય હિડમા અનેક મોટા હુમલાઓનો માસ્ટરમાઇન્ડ હોવાથી લાંબા સમયથી સુરક્ષા દાળોના નિશાન પર હતો. હિડમા પર ઓછામાં ઓછા ૨૬ મોટા અને ઘાતક હુમલાઓનો માસ્ટરમાઇન્ડ હોવાનો આરોપ હતો. તેના માથા માટે ૧ કરોડનું ઈનામ હતું.

(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
