<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

રાજકોટના રાજવી પરીવારની ALCજમીનનો કેસ ફરી રાજકોટ સીટી પ્રાંત-૧ સમક્ષ ગાજશેઃ કાલે તારીખ ફાઇનલ થશે : અબજો રૂપિયાની જમીનનો મામલો રાજકોટના રાજવી પરિવાર સ્‍વ. મનોહરસિંહજી જાડેજાને ALC એકટ હેઠળ અપાયેલ જમીનનો મામલો ફરી ગાજશેઃ માધાપર ચોકડી પાસે અને લાલપરીના કાંઠે આવેલ જમીનમાંથી અમૂક યુનિટ રાજવી પરિવારને ફાળવતો હુકમ જે તે સમયના સીટી મામલતદારશ્રી જાડેજાએ કર્યોં હતો. આ સામે તત્‍કાલીન કલેકટરની સૂચના બાદ સરકાર તરફથી રાજકોટ કલેકટર તંત્રે જે તે સમયે સીટી પ્રાંત-૧ સમક્ષ કેસ રીટ કરી હતીઃ આ પછી ઘણા વર્ષો બાદ આ કેસ ફરી ઉલળ્‍યો છે. સીટી પ્રાંત-૧ દ્વારા કરોડો-અબજોની જમીન અંગે ૧ાા થી ૨ મહિના પહેલા સુનાવણી કરાયેલ પરંતુ કોઇ હાજર નહિ રહેતા હવે કાલે તારીખ ફાઇનલ થશેઃ અને ફરી સુનાવણી શરૂ થશે.

(2:52 PM IST)