<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

સુનીલ ગાવસ્કરની નકલી સામગ્રી દૂર કરવા ગૂગલ, મેટા, 'એક્સ'ને દિલ્હી હાઈકોર્ટનો આદેશ - ભારતીય ક્રિકેટ ટીમના મહાન ખેલાડી સુનીલ ગાવસ્કરના ફોટાના દુરુપયોગ અને તેમના વિશેની ખોટી (નકલી) સામગ્રીને ઓનલાઈન પ્લેટફોર્મ પરથી હટાવવા માટે દિલ્હી હાઈકોર્ટે ગૂગલ, મેટા (ફેસબુક, ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની) અને 'એક્સ' (પહેલાંનું ટ્વિટર)ને તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું છે. ગાવસ્કરે આ પ્લેટફોર્મ્સ પર તેમની છબીનો ખોટો ઉપયોગ કરીને ફેલાવાતી નકલી જાહેરાતો અને કન્ટેન્ટ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી.

(5:57 PM IST)