<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો: ભારત લાવવાનો માર્ગ મોકળો : ભારતના ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીના ભારત પ્રત્યાર્પણ સામેના તમામ દાવાઓને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે પાયાવિહોણા ગણાવ્યા છે. પંજાબ નેશનલ બેંકના ૧૩૦૦૦ કરોડના કૌભાંડમાં વોન્ટેડ ચોક્સીએ ધરપકડથી બચવા જે કાયદાકીય જાળ બિછાવી હતી, તેમાં તે પોતે જ ફસાયો છે. કોર્ટે ચોક્સીના વાંધાઓ ફગાવીને તેના પર મોટો દંડ પણ ફટકાર્યો છે. આ ચુકાદા બાદ હવે ચોક્સીને ભારત લાવવાની પ્રક્રિયા ઝડપી બનશે.

(9:31 AM IST)