<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

ગુજરાતમાં ફરી ધરા ધ્રૂજી : ભરૂચ જિલ્લામાં વહેલી સવારે ૨.૮ની તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો : જંબુસર નજીક કેન્દ્રબિંદુ હોવાનું નોંધાયું, સવારે ૪:૫૬ વાગ્યે આવેલા આંચકાથી અનેક લોકો ઊંઘમાંથી જાગી ગયા : હળવી તીવ્રતા હોવાથી કોઈ જાનમાલનું નુકસાન નહીં થતા તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો

(9:45 AM IST)