<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને ઠંડીનો કહેર : ઉત્તર પ્રદેશમાં ૯ લોકોનાં મોત : જમ્મુ-કશ્મીરમાં ગઈકાલે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા તેમજ મેદાની વિસ્તારોમાં વરસાદને કારણે ઠંડીનો પ્રકોપ વધ્યો છે. દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસથી હજુ છુટકારો મળ્યો નથી. દિલ્હી એરપોર્ટ પર ધુમ્મસને કારણે ૧૦૫થી વધુ ફ્લાઇટ્સ રદ કરવી પડી છે અને ૪૫૦થી વધુ ફ્લાઇટ્સ વિલંબિત થઈ છે. ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ તેમજ ઠંડી લહેરને કારણે થયેલા અકસ્માતોમાં કાનપુરમાં ૪, બરેલીમાં ૨, બાંદામાં ૨ અને વારાણસીમાં ૧ મળીને કુલ ૯ લોકોનાં મોત થયાં છે.

(9:48 AM IST)