<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

દિલ્હીમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ: વિમાની અને રેલવે વ્યવહાર પર માઠી અસર ભારતીય હવામાન વિભાગે આજે સવારે દિલ્હીમાં આગામી કલાકોમાં અત્યંત ગાઢ ધુમ્મસની ચેતવણી આપી હતી. વિઝિબિલિટી ઘટવાને કારણે ફ્લાઈટ્સ અને ટ્રેનોના સમયપત્રક ખોરવાઈ શકે છે. રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ સવારે ૬:૩૦ વાગ્યે નાઉકાસ્ટ જારી કરીને ચેતવણી આપી છે કે ૯.૩૦ સુધી દિલ્હીના તમામ જિલ્લાઓમાં (ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને નવી દિલ્હી) બહુ ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. સવારે ૮:૩૦ વાગ્યા સુધી આ એલર્ટ વિશેષ પ્રભાવી રહેશે. ધુમ્મસના કારણે દૃશ્યતા (વિઝિબિલિટી) ખૂબ જ ઓછી નોંધાઈ છે, જેના પરિણામે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરતી ફ્લાઈટ્સ અને દિલ્હી આવતી-જતી ટ્રેનો મોડી પડવાની કે રદ થવાની શક્યતા છે. વાહનચાલકોને પણ હાઈવે પર સાવચેતી રાખવા સૂચના અપાઈ છે.

(9:49 AM IST)