<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

અંડર-૧૯ વર્લ્ડ કપ ફાઈનલ: ભારતના વૈભવ સૂર્યવંશીનું વાવાઝોડું: ભારતે ઇંગ્લેન્ડને જીતવા માટે ૪૧૨ રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો: વૈભવે ફાઈનલના તમામ રેકોર્ડ ધ્વસ્ત કર્યા:સાંજે ૫.૧૫ વાગ્યે: ઝિમ્બાબ્વેના હરારે ખાતે રમાઈ રહેલી આઈસીસી અંડર-૧૯ વર્લ્ડ કપ ૨૦૨૬ની ફાઈનલમાં ભારતનો દબદબો જોવા મળ્યો હતો. ૧૪ વર્ષીય યુવા બેટર વૈભવ સૂર્યવંશીએ વિસ્ફોટક બેટિંગ કરતા માત્ર ૮૦ બોલમાં ૧૭૫ રન ફટકાર્યા હતા, જેમાં ૧૫ ચોગ્ગા અને ૧૫ છગ્ગાનો સમાવેશ થાય છે. આ સ્કોર અંડર-૧૯ વર્લ્ડ કપની ફાઈનલના ઈતિહાસનો અત્યાર સુધીનો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે. વૈભવની આ ઇનિંગની મદદથી ભારતે નિર્ધારિત ઓવરોમાં ઇંગ્લેન્ડ સામે ૪૧૧ રનનો પહાડ જેવો સ્કોર ખડક્યો છે.

(5:25 PM IST)