News of Saturday, 28th February 2026
ટ્રમ્પનું ૧૫ વર્ષ જૂનું ટ્વિટ વાયરલ: ઈરાન સાથેના યુદ્ધ પાછળ ઓબામાની જેમ જ ચૂંટણીનું ગણિત?: ઈરાન પરના હુમલા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનું ૩૦ નવેમ્બર ૨૦૧૧ (૩૦-૧૧-૨૦૧૧) નું એક જૂનું ટ્વિટ વાયરલ થયું છે. જેમાં તેમણે લખ્યું હતું કે, "ચૂંટણી જીતવા માટે બરાક ઓબામા ઈરાન સાથે યુદ્ધ શરૂ કરશે." હવે જ્યારે અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણીઓ નજીક છે, ત્યારે ટ્રમ્પ પોતે જ ઈરાન સાથે યુદ્ધ કરી રહ્યા છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, અહેવાલો એવા પણ છે કે ટ્રમ્પ અત્યારે રાષ્ટ્રને સંબોધન કરવાના નથી, પરંતુ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
