<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

ઈઝરાયેલ ત્રણ મોરચે લડી રહ્યું છે: ઈરાન, યમન અને જોર્ડન પર એકસાથે હુમલા: યમનમાં હુથી બળવાખોરોના ઠેકાણાઓ પર અને જોર્ડનમાં શંકાસ્પદ ઈરાની મથકો પર ઈઝરાયેલી વાયુસેનાએ હુમલા કર્યા : ઈઝરાયેલ અત્યારે એકસાથે ત્રણ દેશો સામે લડી રહ્યું હોવાનું જણાય છે. મુખ્યત્વે ઈરાન પર હુમલા કરવાની સાથે ઈઝરાયેલે યમન અને જોર્ડનમાં પણ તેના ટાર્ગેટ પર બોમ્બમારો કર્યો છે. યમનમાં હુથી બળવાખોરોના ઠેકાણાઓ પર અને જોર્ડનમાં શંકાસ્પદ ઈરાની મથકો પર ઈઝરાયેલી વાયુસેનાએ હુમલા કર્યા છે. ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ અગાઉ પણ કહ્યું હતું કે જે કોઈ ઈઝરાયેલ પર હુમલો કરશે તેને કિંમત ચૂકવવી પડશે. આ બહુમુખી યુદ્ધે સમગ્ર મધ્ય પૂર્વને અસ્થિર કરી દીધું છે.

(8:40 PM IST)