તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૫ બુધવાર
News of Saturday, 28th February 2026
આર્થિક સંકટની દહેશત: ચાંદીમાં ૮ ટકા અને સોનામાં ૨ ટકાનો ઉછાળો: યુદ્ધ લાંબુ ચાલશે તો વૈશ્વિક અર્થતંત્ર મંદીમાં ધકેલાઈ જશે: તેલના ભાવમાં પણ વધારો થવાની શક્યતા: સામાન્ય માણસ ઉપર મોટો બોજો આવશે: યુદ્ધની અસર વૈશ્વિક બજારો પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. મિસાઈલ હુમલા શરૂ થતાની સાથે જ સલામત રોકાણ તરીકે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવમાં ૮ ટકા (૮%) અને સોનાના ભાવમાં ૨ ટકા (૨%) નો વધારો નોંધાયો છે. રોકાણકારોમાં ડર છે કે જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો વૈશ્વિક અર્થતંત્ર મંદીમાં ધકેલાઈ શકે છે. તેલના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે.

(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
