News of Saturday, 14th March 2026
કોર્પોરેશનના એ ભ્રષ્ટ અફસર સામે રેમ્યાજી કોઈ પગલા લેશે ખરા? ચર્ચાતો પ્રશ્ન રાજકોટ : ભાજપના પૂર્વ કોર્પોરેટર શ્રી અનિલ મકવાણાએ તેના સ્ટિંગ ઓપરેશનમાં કોર્પો.ના ટી.પી.ના અધિકારી ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે. ‘એ લોકો' પૈસા લઈને કામ કરે છે તેવુ પણ કહ્યુ છે. ત્યારે કોર્પોરેશનના આ જવાબદાર ભ્રષ્ટ અધિકારીને નોટીસ આપી તેનો કોઈ ખુલાસો મગાશે કે કેમ? ટી.પી. શાખા સીધી કમિશ્નરના નેજા હેઠળ આવે છે. લોકોમાં પ્રશ્ન પૂછાઈ રહ્યા છે કે રાજકોટના એક સમયના ખૂબ જ કડક અમલદારની છાપ ધરાવતા વહીવટદાર શ્રી રેમ્યા મોહન આ ગંભીર મામલે કોર્પોરેશનના જવાબદાર ભ્રષ્ટ અધિકારી સામે કોઈ પગલા લેશે કે કેમ? એ વાત જાણીતી છે કે વાયરલ વિડીયો અંગે શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેએ પૂર્વ કોર્પોરેટર શ્રી અનિલ મકવાણાએ નોટીસ આપી આ વાયરલ વીડીયોમાં અનિલભાઈ દ્વારા થઈ રહેલ વાત અંગે ૩ દિવસમાં ખુલાસો માગતી નોટીસ આપી છે. ત્યારે આવા જ જવાબદાર અધિકારી શું દૂધે ધોયેલા છે? તેમના વિરૂદ્ધ આકરા પગલા લેવાશે કે કેમ?

(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
