<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

બપોરે ૩ વાગ્‍યે વોર્ડ નં. ૧૩ થી ૧પ માં પણ ભાજપ-કોંગ્રેસના તમામ ફોર્મ માન્‍ય : ભાજપના કેતન પટેલ સમક્ષ લેવાયેલ વાંધો હલ થયો : પ્રાંત ડો. ચાંદની પરમાર સાથે વાતચીત આજે બપોરે ૩ વાગ્‍યે રાજકોટ સીટી પ્રાંત-૧ અને વોર્ડ નં. ૧૩-૧૪-૧પ ના આર. ઓ. ડો. ચાંદની પરમારે ‘‘અકિલા'' ને જણાવ્‍યું હતું કે અમારા ત્રણેય વોર્ડના ભાજપ-કોંગ્રેસ-આપના ફોર્મ માન્‍ય રહ્યા છે, વોર્ડ નં. ૧૪માં ભાજપના કેતન પટેલ સામે વાંધો લેવાયેલ. તે પ્રશ્‍ન હલ થયો છે, આથી તેમનું ફોર્મ માન્‍ય રહ્યું છે, શૈક્ષણિક લાયકાત નથી દેખાડાઇ તેવો વાંધો થયો હતો, અત્‍યારે બસપાનું એક ફોર્મ રદ થયું છે. હવે હાલ કોઇ પ્રશ્‍ન રહ્યો નથી

(3:51 PM IST)