<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

એવિયનઃ G7 સમિટના ગ્રુપ ફોટોમાં વડા પ્રધાન નરેન્‍દ્ર મોદી આકર્ષણનું કેન્‍દ્ર હતા. G7 ના કાયમી સભ્‍ય ન હોવા છતાં, તેઓ ગ્રુપ ફોટોના કેન્‍દ્રમાં દેખાયા હતા. તેમનું સ્‍થાન ભારતની વધતી જતી શક્‍તિને પ્રતિબિંબિત કરે છે. રાજદ્વારી નિષ્‍ણાતો પણ માને છે કે ગ્રુપ ફોટોમાં રાજ્‍યના વડાનું સ્‍થાન ઘણીવાર આંતરરાષ્ટ્રીય સંબંધો અને વૈશ્વિક મંચ પર દેશનું કદ દર્શાવે છે. ઞ્‍૭ ૨૦૨૬ ના યજમાન દેશ ફ્રાન્‍સના રાષ્ટ્રપતિ ઇમેન્‍યુઅલ મેક્રોનના આમંત્રણ પર પીએમ મોદીએ આ સમિટમાં હાજરી આપી છે. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે.

(10:47 AM IST)