<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

ઈન્ડીગોની બુકિંગ સિસ્ટમમાં બે દિવસમાં બીજી વાર ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરો ભારે પરેશાન : ઈન્ડીગો એરલાઈન્સના બુકિંગ પ્લેટફોર્મ (Navitaire) માં ટેકનિકલ ખામી સર્જાતા બે દિવસમાં બીજી વખત સેવાઓ ખોરવાઈ છે. બુધવાર બાદ ફરી સર્જાયેલી આ સમસ્યાને કારણે મુસાફરોને નવી ટિકિટ બુક કરાવવામાં અને વેબ ચેક-ઈન કરવામાં મુશ્કેલી પડી રહી છે. સિસ્ટમમાં "No Data Available" દર્શાવાતા મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. (ન્યૂઝફર્સ્ટ)

(4:27 PM IST)