<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

નેપાળમાં ભયાનક અને વિનાશક આકસ્મિક પૂરથી ભારે તારાજી સર્જાઈ છે, જેમાં ૮ ગામો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે તેમજ ૧૯ પુલ અને ૪૦ કિલોમીટર જેટલા રસ્તાઓ ધોવાઈ જતાં સંપર્ક તૂટી ગયો છે. આ હોનારતમાં વિસ્તારના ૧૩ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને ભારે નુકસાન પહોંચ્યું છે, નેપાળ-ચીન વચ્ચેના બોર્ડર ક્રોસિંગ પણ સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે અને ૩૫૦ થી વધુ ટ્રકો, ૮૦ જેસીબી તથા ૩૦૦ થી વધુ કાર પૂરના પાણીમાં તણાઈ ગઈ છે. આ આપદામાં ૧૦૫ ભારતીય પ્રવાસીઓ ગુમ થયા છે અને કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયેલા આશરે ૪૦૦ જેટલા યાત્રાળુઓ, જેમાં મોટા ભાગના ભારતીય નાગરિકો છે, હાલ સંપર્કવિહોણા બનતાં ભારે ચિંતા ઊભી થઈ છે. (ન્યૂઝફર્સ્ટ) : જુઓ વિડિયો

(4:59 PM IST)