<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

એન્થ્રોપિકનું વેલ્યુએશન માત્ર એક વર્ષમાં ૯૦૪ અબજ ડોલર વધ્યું એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) કંપની એન્થ્રોપિકે સ્ટાર્ટઅપ્સના ઈતિહાસમાં સૌથી મોટો વાર્ષિક ઉછાળો નોંધાવ્યો છે. તાજેતરના ફંડિંગ બાદ કંપનીનું વેલ્યુએશન ૯૬૫ અબજ ડોલર થયું છે, જે એક વર્ષ પહેલાં માત્ર ૬૧.૫ અબજ ડોલર હતું. એમેઝોન અને ગૂગલ જેવી દિગ્ગજ કંપનીઓએ પણ આ એઆઈ મોડેલ 'ક્લોડ' બનાવતી કંપનીમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે.

(9:30 AM IST)