<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ 'ચેહર કકુ ધામ' કંબોઈ ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી : ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના કંબોઈ ખાતે આવેલા પવિત્ર ધાર્મિક સ્થળ ‘ચેહર કકુ ધામ’ની ખાસ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે માતાજીના ચરણોમાં શીશ નમાવી દર્શન કર્યા હતા અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પાવન પ્રસંગે તેમણે સમગ્ર રાજ્યના સૌ નાગરિકોની સુખ, શાંતિ, સમૃદ્ધિ તેમજ સર્વાંગી કલ્યાણ અને ઉત્તરોત્તર પ્રગતિ માટે માતાજીના ચરણોમાં ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી.

(3:48 PM IST)